
railway vacancies
સાઉથ ઈસ્ટ સેંટ્રલ રેલ્વે, નાગપુરે ટ્રેડ એપ્રેન્ટીસની 1044 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી 3 જૂન, 2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારો 3 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે, ફી ભરવાની નથી
શૈક્ષણિક યોગ્યતા : ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ. આ સાથે આઈટીઆઈની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા : ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ, અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
એપ્લિકશન ફી : આ જગ્યા માટે અરજી કરવા ઉમેદવારો કોઈ પણ ફી ભરવાની નથી.
સ્ટાઇપેન્ડ : પસંદગી પામનાર ઊમેદવારોને નક્કી કરેલાં નિયમોને અનુરૂપ પ્રતિમાસ વેતન મળશે.
પસંદગી પ્રકિયા : યોગ્ય ઉમેદવારની પસંદગી મેરિટ લિસ્ટના માધ્યમથી કરશે.
આ રીતે અરજી કરો : ઓફિશિયલ વેબસાઇડ www.seer.Indiareilways.gov.in ના માધ્યમથી ઉમેવારો અરજી કરી શકે છે. નાગપુર ડિવિઝન માટે 980 તથા મોતીબાગ વર્કશોપ નાગપૂર માટે 64 સીટી રિઝર્વ છે.
Reference by : https://www.divyabhaskar.co.in