ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

By | November 9, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 – જાણો ક્યારે યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઇ રહી હતી તેનો આતુરતા નો અંત આજે આવી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફર્સ યોજીને ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ 26 દિવસની ગેપ વચ્ચે જ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે અને બંને રાજ્યોનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયી છે.

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયી છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફર્સ કરીને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા નું મતદાન તારીખ ના રોજ યોજવામાં આવશે અને બીજા તબક્કાનું મતદાન તારીખે યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઈ શકો છો.

અમદાવાદ: કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

કયા જિલ્લામાં ક્યારે મતદાન યોજાશે?

1) કચ્છ જિલ્લો:
બેઠકોના નામ: અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
ચૂંટણી તારીખ: પહેલી ડિસેમ્બર, 2022

2) બનાસકાંઠા જિલ્લો:
બેઠકોના નામ: વાવ, થરાદ, ધાનેરા, દાંતા ST, વડગામ SC, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
ચૂંટણી તારીખ:  પાંચમી ડિસેમ્બર, 2022

3) પાટણ જિલ્લો:
બેઠકોના નામ: રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

4) મહેસાણા જિલ્લો:
બેઠકોના નામ: ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
ચૂંટણી તારીખ:  પાંચમી ડિસેમ્બર, 2022

5) સાબરકાંઠા જિલ્લો:
બેઠકોના નામ:હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

6) અરવલ્લી જિલ્લો:
બેઠકોના નામ: ભિલોડા (ST), મોડાસા, બાયડ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

7) ગાંધીનગર જિલ્લો:
બેઠકોના નામ: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

8) અમદાવાદ જિલ્લો:
બેઠકોના નામ: વિરમગામ,સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

9) સુરેન્દ્રરનગર જિલ્લો:
બેઠકોના નામ: દસાડા SC, લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

10) મોરબી જિલ્લો:
બેઠકોના નામ: મોરબી, ટંકારા, વાંકાનેર
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

11) રાજકોટ જિલ્લો:
બેઠકોના નામ: રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય (SC), જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

12) જામનગર જિલ્લો:
બેઠકોના નામ: કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

13) દેવભૂમિ દ્વારકા જિલ્લો:
બેઠકોના નામ: ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

14) પોરબંદર જિલ્લો: 
બેઠકોના નામ: કુતિયાણા, માણાવદર
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

15) જૂનાગઢ જિલ્લો:
બેઠકોના નામ: જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

16) ગીર-સોમનાથ જિલ્લો:
બેઠકોના નામ: સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

17) અમરેલી જિલ્લો:
બેઠકોના નામ: ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા’
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

18) ભાવનગર જિલ્લો:
બેઠકોના નામ: મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

19) બોટાદ જિલ્લો:
બેઠકોના નામ: ગઢડા SC, બોટાદ
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

20) આણંદ જિલ્લો:
બેઠકોના નામ: ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

21) ખેડા જિલ્લો:
બેઠકોના નામ: માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

22) મહીસાગર જિલ્લો:
બેઠકોના નામ: બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

23) પંચમહાલ જિલ્લો:
બેઠકોના નામ:  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

24) દાહોદ જિલ્લો:
બેઠકોના નામ: ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

25) વડોદરા જિલ્લો:
બેઠકોના નામ: સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

26) છોટાઉદેપુર જિલ્લો:
બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
ચૂંટણી તારીખ: પાંચમી ડિસેમ્બર, 2022

27) નર્મદા જિલ્લો:
બેઠકોના નામ: નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

28) ભરૂચ જિલ્લો:
બેઠકોના નામ: જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

29) સુરત જિલ્લો:
બેઠકોના નામ: ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

30) તાપી જિલ્લો:
બેઠકોના નામ: વ્યારા ST, નિઝર ST
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

31) ડાંગ જિલ્લો
બેઠકોના નામ: ડાંગ (ST)
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

32) નવસારી જિલ્લો
બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

33) વલસાડ જિલ્લો:
બેઠકોના નામ: ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
ચૂંટણી તારીખ:  પહેલી ડિસેમ્બર, 2022

ચૂંટણીનો કાર્યક્રમ જોવા અહીં ક્લિક કરો

અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો